ભારતીયકથાવિશ્વ-૩/નિવેદન
નિવેદન
‘ભારતીય કથાવિશ્વ’નો પહેલો ભાગ પ્રગટ કર્યા પછી આ બીજો ભાગ પ્રગટ કરતાં આનંદ અનુભવું છું. આ સમગ્ર પ્રકલ્પમાં ગુલામમોહમ્મદ શેખ, હસમુખ શાહ સાથે ને સાથે રહ્યા છે. આવી યોજના મિત્રોના સાથ અને સહકારથી નિવિર્ઘ્ને પાર પાડી શક્યો છું, આ માટે ચીમનલાલ મહેતા, જયદેવ શુક્લ, રાજેશ પંડ્યા, વીનેશ અંતાણી, બકુલ ટેલર, શરીફા વીજળીવાળા, પીયૂષ ઠક્કરનો આભાર માનતાં આનંદ થાય છે. રામાયણની કથાઓ આ મહાકાવ્યની સમીક્ષિત વાચનાને આધારે છે અને મહાભારતની કથાઓ ગીતાપ્રેસ(ગોરખપુર)ના આધારે છે. ટૂંક સમયમાં ‘ભારતીય કથાવિશ્વ’નો ત્રીજો ભાગ પણ પ્રગટ કરીશું.
શિરીષ પંચાલ
તા.૧-૮-૨૦૧૮