સોરઠિયા દુહા/16
Revision as of 05:30, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
હાથુંમાં હથિયાર, ગાહડમલ રાખે ઘણાં;
ભારથ પડિયાં ભાર, કોઈક ઝીલે કિસનિયા.
હાથમાં હથિયાર લઈને તો કંઈક યોદ્ધાઓ ફરતા હોય છે, પણ હે કિસનિયા! જ્યારે ધીંગાણું મચે ત્યારે એમાંથી કોઈક વીરલા જ ઘા ઝીલવા ઊભા રહે છે.