સોરઠિયા દુહા/113

Revision as of 06:48, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


113

સજ્જન! દો મુખ મત કરો, દો મુખસે પત જાય;
દો મુખ ભયે પખાજકું, (સો) તીન ટકોરે ખાય.

હે સજ્જન, કદી બે મોઢે વાતો ન કરશો. સાચીખોટી વાતો કરનાર માણસ નક્કી પોતાની આબરૂ ગુમાવે છે. ઢોલક કે જેને બે મોઢાં છે તેના ભાગ્યમાં સદાય પારકા હાથનાં ટપલાં ખાવાનું જ નિર્માયેલું હોય છે.