ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અભયસોમ

Revision as of 09:20, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અભયસોમ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સાતમા જિનચંદ્રસૂરિના શિષ્ય સોમસુંદરસૂરિના શિષ્ય. ‘વૈદર્ભીચોપાઈ’ (૨. ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, ચૈત્ર સુદ ૧૫), ‘જયન્તીસંધિ’ (૨. ઈ.૧૬૬૫), ૨૮૮ કડીની રચના ‘વિક્રમચરિત્રખાપરા-ચોપાઈ’ (૨. ઈ.૧૬૬૭/સં. ૧૭૨૩, જેઠ -), ૩૧૯ કડીની રચના ‘ચોબોલીલીલાવતી-ચોપાઈ/વિક્રમચરિત-લીલાવતી-ચોપાઈ’ (૨. ઈ.૧૬૬૮/સં. ૧૭૨૪, પ્રથમ અસાડ વદ ૧૦), દુહા-દેશીબદ્ધ ૧૪ ઢાળ અને ૩૦૦ કડીની, પોતાનું પાદપ્રક્ષાલન કરે તેને પોતે પરણશે એવું કહેતી અને માનતુંગરાજાને પરણી પોતાના ચાતુર્યથી એ વચન સિદ્ધ કરી બતાવતી માનવતીનું વૃત્તાંત વર્ણવતી, ‘માનતુંગમાનવતીચોપાઈ/રાસ’ (૨. ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, અસાડ સુદ ૨, ગુરુવાર; મુ.) ‘વસ્તુપાલતેજપાલ-ચોપાઈ’ (૨. ઈ.૧૬૭૩/સં. ૧૭૨૯, શ્રાવણ-)તથા ૭ કડીના ‘(ફલવર્ધી) પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. અભયસોમને નામે ‘કર-સંવાદ’ (૨. ઈ.૧૬૯૧/સં. ૧૭૪૭, વૈશાખ સુદ ૩) નોંધાયેલી છે તે આ કવિની જ કૃતિ હોવાનો સંભવ છે. કૃતિ : રાજસ્થાનભારતી, ભા. ૧૨ અં. ૧ - ‘કવિ અભયસોમ વિરચિત માનતુંગ માનવતી ચોપાઈ’, સં. કનુભાઈ વ્ર. શેઠ. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૬ - ‘જૈન કવિયોંકી ‘સંવાદ’ સંજ્ઞક રચનાએં’, અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]