ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘અષ્ટપટરાણીવિવાહ’

Revision as of 05:36, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘અષ્ટપટરાણીવિવાહ’ : ૪૦ કડીના સળંગ પદબંધના દયારામકૃત આ કાવ્ય(મુ.)માં રુક્મિણી, જાંબુવતી, સત્યભામા, કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા - આ ૮ પટરાણીઓ અને શ્રીમદ્ ભાગવતના નાયક શ્રીકૃષ્ણના વિવાહપ્રસંગો એકસાથે નિરૂપાયા છે. સોળસહસ્ર રાણીઓ સાથેના વિવાહની ઘટના પણ અહીં ભેગી ગૂંથાયેલી છે. દ્રૌપદી અને પટરાણીઓ વચ્ચેના વિનોદવિહારની ક્ષણોરૂપે આખી ઘટનાનું નિરૂપણ રોચક બન્યું છે. [સુ.દ.]