ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલલાભ ઉપાધ્યાય

Revision as of 08:42, 2 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કમલલાભ (ઉપાધ્યાય) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિની પરંપરામાં અભયસુંદરગણિના શિષ્ય. જિનરાજસૂરિના રાજ્યકાળ(ઈ.૧૬૧૮-ઈ.૧૬૪૩)માં રચાયેલી ‘ઉત્તરાધ્યયન-બાલાવબોધ’ નામની ગદ્યકૃતિના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [ચ.શે.]