કમલરત્ન [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ઈ.૧૬૫૪માં જિનરંગસૂરિ યુગપ્રધાનપદ પામ્યા તે ઘટનાને અનુલક્ષતા ૧૫ કડીના ‘જિનરંગસૂરિયુગપ્રધાન-ગીત’(મુ.)ના કર્તા.