ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃપાવિજય

Revision as of 12:24, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કૃપાવિજય [               ]: જૈન સાધુ. ધનવિજયના શિષ્ય. ‘ઉત્તરાધ્યયનસૂત્ર-સઝાય’ (૨૮ સઝાયે અપૂર્ણ; લે.સં.૧૮મી સદી અનુ.) અને ‘બાર વ્રત પર બાર સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૨); ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]