ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુંવરવિજયશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કુંવરવિજયશિષ્ય [               ]: જૈન સાધુ. ૧૧ કડીની ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ-છંદ’ (લે.સં. ૧૯મી સદી અનુ.; મુ.), ૧૯ કડીની ‘(શંખેશ્વર)પાર્શ્વનાથ-છંદ’ અને ૬૩ કડીની ‘બાવીસ-અભક્ષ્ય-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.) આ કૃતિઓ તેમની પાસેથી મળે છે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. શંસ્તવનાવલી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]