ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચતુરવિજય-૨

Revision as of 13:29, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચતુરવિજય-૨ [ઈ.૧૭૯૮માં હયાત] : જૈન સાધુ. નેમવિજય-ન્યાયવિજયના શિષ્ય. મૂળ હેમપ્રભસૂરિની ‘વિવેકમંજરીપ્રકરણવૃત્તિ’ના સ્તબક (ર.ઈ.૧૭૯૮/સં. ૧૮૫૪, કારતક સુદ ૨, શનિવાર)ના કર્તા. આ સ્તબક પૂરો કરવામાં ભક્તિવિજય અને મોતીવિજય એ ગુરુબંધુઓનો પણ સહકાર હતો. આ સ્તબક ભૂલથી હેમપ્રભસૂરિને નામે નોંધાયેલ છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]