ચતુરવિજય-૧ [ઈ.૧૭૨૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં રવિવિજયના શિષ્ય. ૨૦૬ કડીના ‘નેમિનાથરાજિમતી-વેલ’ (ર.ઈ.૧૭૨૦/સં. ૧૭૭૬, પોષ સુદ ૧૪, ગુરુવાર)ના કર્તા.