ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/છ

Revision as of 10:03, 10 August 2022 by KhyatiJoshi (talk | contribs)


છઠ્ઠા બાવા : જુઓ આંબાજી.

છાજૂ : જુઓ ‘વિધિ-રાસ’.

છેલડી(બાવો) [               ]: એમનું ૧ ભજન મુદ્રિત મળે છે. કૃતિ : નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૫૬.[કી.જો.]

છેહલ [ઈ.૧૫૧૯માં હયાત]: ૬૬ કડીના ‘પંચસહેલી’ (ર.ઈ. ૧૫૧૯/સં. ૧૫૭૫, ફાગણ સુદ ૧૫., મુ.)ના કર્તા. કાવ્યમાં માલણ, તંબોલણ, છીપણ, કલાલણ અને સોનારણ એ પાંચ યુવતીઓના વિરહભાવનું કવિએ આલેખન કર્યું છે. કૃતિ: અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૨ (+સં.) [જ.ગા.]