ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયસોમ-૩

Revision as of 06:56, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જયસોમ-૩ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં જશસોમ(યશ:સોમ)ના શિષ્ય. આ કવિની ૬૧/૬૨ કડીની ‘ચૌદગુણઠાણા-સઝાય’ અને ૯ કડીની ‘હરિયાલી-ગીત’ એ પદ્યકૃતિઓ તેમ જ ‘કર્મવિપાક’ આદિ ‘છ કર્મગ્રંથ’ પર ૧૭,૦૦૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ (ર.ઈ. ૧૬૬૦; *મુ.) અને ૧૦૦૦/૧૪૦૦ ગ્રંથાગ્રનો ‘સંબોધસત્તરી-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૬૭) એ ગદ્યકૃતિ મળે છે. ‘હરિયાલી-ગીત’ ભૂલથી પ્રમોદમાણિક્યશિષ્ય જયસોમને નામે નોંધાયેલું છે. અનિત્યતા આદિ ભાવનાઓને દૃષ્ટાંતોથી સમજાવતી ૧૩ ઢાળ અને ૧૨૫ કડીની ‘બાર ભાવના-વેલી/સઝાય’ (ર.ઈ.૧૬૪૭; મુ.) અને ૨૩ કડીની ‘નેમિનાથ-લેખ’ એ પદ્યકૃતિઓ તથા ‘ચોવીસ-દંડકપ્રકરણ-બાલાવબોધ’ અને ૧૨૭૫ ગ્રંથાગ્રનો ‘ષષ્ટિશતકપ્રકરણ બાલાવબોધ’ એ ગદ્યકૃતિઓ જશસોમ (યશ:સોમ) શિષ્યના નામથી મળે છે તે જયસોમની કૃતિઓ હોવાનું મનાયું છે ને એ સંભવિત જણાય છે. ‘ષષ્ટિશતપ્રકરણ-બાલાવબોધ’ની ર.ઈ.૧૭૦૫ બતાવતી પ્રત કવિની સ્વહસ્તલિખિત હોવાનું જણાવાયું છે પરંતુ એ સ્થિતિ પૂરેપૂરી સ્પષ્ટ નથી. જુઓ જસસોમ. કૃતિ : ૧. જૈસમાલા(બા) : ૧; ૨. જૈસસંગ્રહ(ન.); ૩. *રત્નસાર: ૪, પ્ર. ભીમસિંહ માણેક-. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૧,૨); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.ર.દ.]