ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિતરંગ

Revision as of 11:28, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જિતરંગ [ઈ.૧૮૧૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષની પરંપરામાં જયચંદના શિષ્ય. ૭ કડીના ‘સુપાર્શ્વનાથજિનેશ્વર-સ્તવન’ (ર.ઈ.૧૮૧૫/સં. ૧૮૭૧, માઘ સુદ ૧૧, શનિવાર; મુ.)ના કર્તા. કૃતિ : (ઉપાધ્યાય ક્ષમાવિજયજી વિરચિત) ચૈત્યવંદન સ્તવન સંગ્રહ, પ્ર. સુગનચંદજી ઉ. બાંઠિયા, સં. ૧૯૮૨[કી.જો.]