ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મલુક-મલુકચંદ

Revision as of 11:24, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મલુક/મલુકચંદ : આ નામે ૬ કડીની ‘પજૂસણની ગહૂંલી’(મુ.), અન્ય પાંચથી ૮ કડીની ૩ ગહૂંલીઓ(મુ.), ‘સૂક્ત’, હિન્દીમિશ્ર ‘વૈદ્યહુલાસ’, અવળવાણીવાળું ૬ કડીનું પદ(મુ.) અને હિંદીની છાંટવાળું ૬ કડીનું ‘આત્મશિક્ષા-પદ’(મુ.)-એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા મુલક/મલુકચંદ છે તે સ્પષ્ટ થતું નથી. ‘વૈદ્યહુલાસ’ના કર્તા મલુકચંદ શ્રાવક તરીકે ઉલ્લેખાયા છે. કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ; ૪. જૈપ્રપુસ્તક : ૧; ૫. સસન્મિત્ર(મુ.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]