ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુકુન્દ-૩

Revision as of 04:25, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મુકુન્દ-૩ [ઈ.૧૬૮૬માં હયાત] : આખ્યાનકાર. ખંભાતના વતની. જગદત્ત વ્યાસના પુત્ર જગદીશના શિષ્ય. જૈમિનીકૃત ‘અશ્વમેઘ’ને આધારે આ કવિએ ૧૬ કડવાંના ‘વીરવર્માનું આખ્યાન’ (ર.ઈ.૧૬૮૭)ની રચના કરી છે. આ કૃતિમાંના એક ઉલ્લેખ પરથી ‘ચંદ્રહાસ-આખ્યાન’ નામની એક અન્ય કૃતિ પણ આ કવિએ રચી હોવાનું સમજાય છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગૂજૂકહકીકત; ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયદી; ૫. ફાહનામાવલિ : ૨. [ર.સો.]