ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુક્તિસાગર-૨ મુક્તિ

Revision as of 04:28, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મુક્તિસાગર-૨/મુક્તિ [જ.ઈ.૧૮૦૧-અવ.ઈ.૧૮૫૮] : અંચલગચ્છના જૈન સાધુ. પિતા શા. ખીમચંદ. માતા ઉમેદબાઈ.કવિનું મૂળ નામ મોતીચંદ. દીક્ષા ઈ.૧૮૧૧/સં.૧૮૬૭, વૈશાખ સુદ ૩ને દિવસે મળી હતી. આચાર્યપદ અને ગચ્છેશપદ ઈ.૧૮૩૬/સં.૧૮૯૨, વૈશાખ સુદ ૧૨ને દિવસે મળ્યું હતું. ૧૧ કડીનું ‘પરકીખામણા-સ્તવન’(મુ.) ૬ કડીની ‘જીવાભિગમ સૂત્રની ગહૂંલી’(મુ.) ‘ષડાવશ્યક-ગહૂંલી’(મુ.) તથા અન્ય કેટલીક ગહૂંલીઓ (મુ.), ૮૧ કડીનું ‘નારકીની સાત ઢાલોનું સ્તવન’ (ર.ઈ.૧૮૫૭) એ કૃતિઓના કર્તા. કૃતિ : જૈપ્રપુસ્તક : ૧; ૨. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ખીમજી ભી. માણક, ઈ.૧૮૯૧; ૩. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧-‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’ [કી.જો.]