વસુધા/એક સવારે

Revision as of 10:29, 14 September 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક સવારે|}} <poem> :::એક સવારે આવી મુજને કોણ ગયું ઝબકાવી? વસંતની ફૂલમાળા પ્હેરી, ::: કોકિલની લઈ બંસી, પગારની પાવડીએ આવી, ::: કોણ ગયું ઉર પેસી? મુજનેo કિરણ તણી કોમળ અંગુલિએ ::: મુજ ચેતન ઝં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
એક સવારે

એક સવારે આવી
મુજને કોણ ગયું ઝબકાવી?
વસંતની ફૂલમાળા પ્હેરી,
કોકિલની લઈ બંસી,
પગારની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી? મુજનેo
કિરણ તણી કોમળ અંગુલિએ
મુજ ચેતન ઝંકારી,
તેજ તરંગે રમાડતું મને
સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઠમકારી? મુજનેo