ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યભદ્ર

Revision as of 16:43, 15 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિજ્યભદ્ર : આ નામે ૧૨ કડીની ‘ક્ષમા ઉપર સઝાય’ (લે.સં.૧૭મું શતક અનુ.), ૨૨/૨૫ કડીની ‘શ્રાવકને શિખામણની સઝાય/હિતશિક્ષા-સઝાય’ (લે.ઈ.૧૭૨૯; મુ.), ૨૭ કડીની ‘બ્રહ્મચર્યની સઝાય/શિયલ-નવવાડ-સઝાય’ (લે.સં.૧૮મુ શતક અનુ; મુ.) અને ૧૨ કડીનો ‘આત્મશિક્ષા-છંદ’ (લે.ઈ.૧૮૫૩)-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિજ્યભદ્ર છે તે નિશ્ચિત થતું નથી. ૭૫ ગ્રંથાગ્રની ‘હિતોપદેશ-શિખામણ’ (લે.ઈ.૧૮૮૨) એ ‘હિતશિક્ષા-સઝાય’ હોવાની સંભાવના છે. કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. સઝાયમાળા(પં.); ૩. સઝાય સંગ્રહ : ૧, પ્ર. ગોકળદાસ મંગળદાસ શાહ. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]