ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયસુંદર

Revision as of 16:45, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિનયસુંદર : આ નામે ૮૫૦ ગ્રંથાગ્ર ધરાવતી ગેય ‘સુરસુંદરીચરિત્રરાસ/ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૮/સં. ૧૬૪૪, જેઠ સુદ ૧૩) તથા માનતુંગસૂરિકૃત ૪૪ કારિકાના સંસ્કૃત ‘ભક્તામરસ્તોત્ર’ પરનો બાલાવબોધ-એ કૃતિઓ મળે છે. આ કયા વિનયસુંદર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]