ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વૃદ્ધિવિજય ગણી

Revision as of 05:10, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વૃદ્ધિવિજય(ગણી) : આ નામે ૭૯ કડીનું ‘ચિંતામણિ-પાર્શ્વનાથ સ્તવન’ (ર. ઈ.૧૬૫૬), માનતુંસૂરિકૃત સંસ્કૃત રચના ‘ભક્તામરસ્તોત્ર’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૬૮૦, સ્વહસ્તલિખિત પ્રત), ‘ધુલેવામંડન-ઋષભદેવ-છંદ’ (લે.ઈ.૧૬૬૬), ૪૩ કડીની ‘રોહિણીતપ-સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ.) તથા ‘આહારગ્રહણ-સઝાય’ મળે છે. આ પૈકી ‘ચિંતામણિ પાર્શ્વનાથ-સ્તવન’ તથા ‘ભક્તામર-સ્તોત્ર’ પરનો બાલાવબોધ તેમના રચના-સમયને લક્ષમાં લેતાં વૃદ્ધિવિજય-૧ની રચના હોવાનું અનુમાન થાય છે. સંદર્ભ : ૧. ટ્રેઝર્સ ઑવ જૈન ભંડારઝ, ઉમાકાન્ત પી. શાહ, ઈ.૧૯૭૮ (અં.), ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]