ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વૃદ્ધિકુશલ


વૃદ્ધિકુશલ [ઈ.૧૬૯૫ સુધીમાં] : જૈન સાધુ. સિદ્ધસેન આચાર્યકૃત સંસ્કૃત રચના ‘કલ્યાણમંદિર-સ્તોત્ર’ ઉપરનો બાલાવબોધ (લે. ઈ.૧૬૯૫)ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[ર.ર.દ.]