પૂર્વાલાપ/૭૨. હૃદયગીતા

Revision as of 15:20, 3 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧. ઉપહાર


૭૨. હૃદયગીતા

[બિભાસ અને પરજના સ્વરોમાં]


ઘીરજ ધર ને, હૈયા તું મારા!
આત્મા શાશ્વત અમર છે!
દૂર થવાનું અંધ નિશાનું, અંધ નિશાનું, અંધ નિશાનું હા!
સ્વર્ગોમાં સ્નેહે ભેટવું!
સ્વામીનો શબ્દ તો સાંભળી માનજો :
દેહી શાશ્વત અમર છે :

નવ કુસુમ નવ મરતું!
પ્રભુ નિકટ ઝટ સરતું :
અયિ હૃદય! ધૃતિ ધર
દિલ નજર કરઃ
વિરલ તરુવર
વિરલ સરવર,
સમીપ સુરજનભવન ઝળહળતાં!

નોંધ: