ગાતાં ઝરણાં/કલાકારનું જીવન (મુક્તક)

Revision as of 02:57, 13 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કલાકારનું જીવન


પાનખર! તું છે કલાકારનું જીવન જાણે!
જેણે હંમેશ ફના થઈને બહારો સર્જી;
આ જગત, જેણે વસંતોને તો માણી જાણી,
પુષ્પની આંખમાં જોયાં નહીં કિન્તુ પાણી.