હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/અથવા નિ:શેષ ઓગળી જાવા જગા કહો

Revision as of 09:20, 29 June 2024 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



અથવા નિઃશેષ ઓગળી જાવા જગા કહો
અથવા છલકતા ડંખમાં થીજી જવા કહો.

શ્વાસોની ગરમી યાદ રહે હોઠની ભીનાશ
એક વાત મારા કાનમાં ભૂલી જવા કહો.

સો વાર પૂછો તોય નહી લઉં તમારું નામ
પાછળથી આંખ દાબી મને ધારવા કહો.

જાગે છે એક ખાસ ગઝલ મારા હાથમાં
સંભળાવવા કહો ફરી સંભળાવવા કહો.

ઓગાળી મૂંગા સ્પર્શમાં સઘળું વહાવી દો
ચુંબનને બોલ બોલ કર્યાની સજા કહો.