રસિયા રે
卐
રસિયા રે
卐
રસિયા રે…રે
રસિયા રે મને ચૂંદડી લાવી દે, કે હોળી આવી રે,
રસિયા રે હવે રંગ બિછાવી દે, કે હોળી આવી રે,
બાજુબંધ કડલાં ને કેડમાં કંદોરો,
ચૂંદડીની કોર માંહે રેશમનો દોરો.
હે…વાટડી રોકીને ઊભો રંગીલો દિયરિયો
રંગવાને જીવડો, મોરો (૨)…રસિયા૦
ભરી પિચકારી રમે નરનારી વાટે,
રંગે મારી ઓઢણી કેસૂડાંની છાંટે;
હે…લાજી રે મરું રે હું તો લાખેણી લાજમાં,
જોજે તું ના રહી જાય કોરો (૨)…રસિયા૦