ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અહીં કોઈ રહેતું નથી

Revision as of 23:26, 24 July 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અહીં કોઈ રહેતું નથી

વીનેશ અંતાણી

અહીં કોઈ રહેતું નથી (વીનેશ અંતાણી: ‘૧૯૯૯ની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. રમેશ ર. દવે, ૨૦૦૦) તારાચંદ સાવ નવરા છે. એમનું ગામ, શેરી અને ઘર નિર્જન થઈ રહ્યાં છે. બીમાર પત્નીની સંભાળ સિવાય કશી જવાબદારી નથી. કમાવા કોચીન ગયેલો પુત્ર ત્યાં જ પરણી ઘરજમાઈ થયો છે. એના દીકરાની બાબરી ઉતરાવવા સૌ આવવાનાં છે. પક્ષાઘાતથી પીડાતી મા એ સૌને ઓળખી શકશે કે કેમ એ સવાલ મૂંઝવે છે. એ સૌ નવી ધર્મશાળામાં ઊતરવાનાં છે. પત્નીને પાણી-પેશાબ અને રાંધવા-ખવરાવવા સિવાય તારાચંદ ઘર બહાર રહે છે. પોતાને ઘરમાં પાછા આવવું ન પડે એવું કોઈ દિવસ બનશે કે નહીં એવો તારાચંદનો સવાલ અનુત્તરિત છે.
ઈ.