ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/આમદ અને રૂપાંદે

Revision as of 23:40, 24 July 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આમદ અને રૂપાંદે

રણજિતરામ વાવાભાઈ મહેતા

આમદ અને રૂપાંદે (રણજિતરામ વાવાભાઈ મહેતા; ‘રણજિતકૃતિસંગ્રહ’, ૧૯૨૦) કાઠિયાવાડના એક સ્ટેટમાં સાથે ઊછરેલાં આમદ અને રૂપાંદે અંગ્રેજી કેળવણી મેળવી અંતે સિવિલ મૅરેજ એક્ટથી લગ્ન કરે છે, એમાં હિન્દુ મુસ્લિમ લગ્ન દ્વારા રાષ્ટ્રભાવનાને પુરસ્કારવાનો આશય સ્પષ્ટ જોવાય છે. અહીં વાર્તાના પ્રારંભિક અંશો અધકચરા રૂપે પ્રગટ છે.
ચં.