ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/જ/જીવનસરિતા

Revision as of 07:49, 27 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જીવનસરિતા

ગુલાબદાસ બ્રોકર

જીવનસરિતા (ગુલાબદાસ બ્રોકર; ‘બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૭૫) માતાને અગ્નિદાહ દીધા પછી શોકમગ્ન ભાનુ, સંબંધીઓની રસિક વાતોથી અકળાઈ જાય છે પરંતુ જમવા બેસતાં એને થેપલાં-દહીં ભાવે છે, શેરસટ્ટાની વાતોમાં રસ પડે છે અને કાકાને સલાહ આપી બેસે છે. નાયકની વિરોધમૂલક મનઃસ્થિતિનું પ્રતીતિકર નિરૂપણ વાર્તાનું જમા પાસું છે.
ર.