ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ધ/ધાડ
ધાડ
જયંત ખત્રી
ધાડ (જયંત ખત્રી; ‘જયંત ખત્રીની કેટલીક વાર્તાઓ’, સં. સુરેશ દલાલ, ૧૯૭૬) વાર્તાકથક પ્રાણજીવન બેકાર બનતા, એના મિત્ર ઘેલાને ગામ જાય છે. અનેક વિચિત્રતા ધરાવતો ઘેલો એને ધાડ પાડવા લઈ જાય છે. હાજી શેઠને ત્યાંથી માલમત્તા લઈ લીધા પછી એની દીકરીના ચૂડા ઉતરાવતાં ઘેલો પક્ષઘાતના હુમલાનો ભોગ બને છે. પળ પહેલાં પ્રસંગ-પરિસ્થિતિનો માલિક ઘેલો વળતી પળે એનો કેવો ગુલામ બની જાય છે એનું આલેખન કરતી વાર્તામાં કચ્છની વેરાન ધરતી અને લોકોની પ્રબળ જિજીવિષાનું સરસ આલેખન છે.
ર.