ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પની

Revision as of 07:13, 29 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પની

સુન્દરમ્

પની (સુન્દરમ્; ‘પિયાસી’, ૧૯૮૦) માસ્તરના ઘરમાં કામ કરતી બે જીવસોતી પત્ની પનીને જુગારમાં હારી જતાં ઝીણિયો જુગારીઓને સોંપી દે છે; ત્યારે પની કૂવો પૂરે છે. વાર્તા માસ્તરની પોતાની કથની રૂપે આલેખાયેલી છે. ચરિત્રશંકાને કારણે પતિનો સતત માર ખાતી પની વેચાવા કરતાં મરવું પસંદ કરે છે, એ વક્રતા વાર્તાને રચે છે.
ચં.