ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સ્ત્રીહૃદય

Revision as of 03:22, 14 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સ્ત્રીહૃદય

ધૂમકેતુ

સ્ત્રીહૃદય (ધૂમકેતુ: ‘ધૂમકેતુની વારતાઓ’, ૧૯૭૩) પહેલા પતિના અવસાન પછી પુત્રને સગાંવહાલાંમાં મૂકી મિયાણી બીજું લગ્ન રે છે. યુવાન થયેલો પુત્ર તેના બીજી વારના પતિનું ખૂન કરી પોલીસથી ભાગતો ફરે છે. પતિના ખૂનનો ગુનો પોતે ઓઢી લેવાની તૈયારી સાથે પુત્રને શોધતી માતાને ખૂની પુત્ર અણધાર્યો મળી જાય છે. દીકરા ફરતો શરીરનો કિલ્લો કરી લેવાના સંકલ્પ સાથે એને સિંધ તરફ ભગાડી જતી માતાના નિરૂપણ દ્વારા સ્ત્રીહૃદયનાં અતલ ઊંડાણો અહીં વેપારી મુસાફરના કથન રૂપે આલેખાયાં છે.
ર.