અનુનય/રસ્તાઓ, ઝરણાં અને અમે
રસ્તાઓ અચાનક મળી ગયા
બે ઘડી વાતે વળગ્યા ને
છૂટા પડી ગયા.
ઝરણાં અચાનક મળી ગયાં
એકબીજાને ભેટ્યાં ને
ભળી ગયાં.
અમે અચાનક મળી ગયાં
–– અમે, ના રસ્તા કે ના ઝરણાં
એટલે ––
ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં!
૨૩-૨-’૭૭