ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉપસંહાર
ઉપસંહાર
ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ઉમાશંકરનું સાહિત્યસર્જન અને વિવેચન એક સીમાચિહ્નરૂપ તેજસ્વી પ્રકરણ છે. કવિ, એકાંકીકાર, નિબંધકાર, વાર્તાકાર અને સાહિત્યવિવેચક તરીકેની એમની સિદ્ધિઓ આપણા સાહિત્યમાં તો પ્રથમ કક્ષાની લેખાય એવી છે. એમની એ સિદ્ધિઓની તેમ જ એમની મર્યાદાઓની વાત આ પૂર્વેનાં પૃષ્ઠોમાં આસ્વાદલક્ષી અભિગમથી વિસ્તારપૂર્વક આપણે ચર્ચી છે. અહીં તો પ્રધાનપણે એમની સાહિત્યિક સિદ્ધિઓની ઇયત્તા તારવી આપવાનો ઉપક્રમ છે.