એકતારો/કાળનું વંદન
કાળનું વંદન*
કોણે કહ્યું કાળ વિનાશપ્રેમી!
કોણે કહ્યું મૃત્યુ સડાવનારૂં!
‘कालोऽस्मि लेाकाक्षयकृत्' કહન્દો,
આંહીં ખડો અંજલિ જોડી બંદો.
સિંહાસનો સલ્તનતો ઉખેડે,
વાસુકિ—ફેણેથી ખીલી ખસેડે,
પટ્ટણ કરે દટ્ટણ સે'જ હાસે,
એ કાળ જો આંહીં ઝૂકી ઉપાસે
લોકોત્તરોના
પદપદ્મ પાસે.
- સ્વ. લોકમાન્ય તિલકની ૧૯૩૮ની સંવત્સરી પ્રસંગે.