ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ભ/ભાભી
ભાભી
જિતેન્દ્ર પટેલ
ભાભી (જિતેન્દ્ર પટેલ, ‘ગૂર્જર ગ્રામચેતનાની નવલિકાઓ’, સં. રઘુવીર ચૌધરી અને અન્ય, ૧૯૯૮) અકાળે વિધવા થયેલી હીરા કોઈની ય રતીભાર મદદ લીધા વિના, ધણીનું દેવું ચૂકતે કરે છે. દીકરાને પરણાવે છે, કેનાલમાં પાણી ન આવતાં ખેતી છોડીને મંદિરની જગ્યામાં સેવા કરે છે. ભાભી હીરાને સીધી કે આડકતરી મદદ કરવા ઇચ્છવા છતાં, માથાભારે મા પાસે નાયકનું કંઈ ચાલતું નથી. વાર્તાકારે ભાભીની વિટંબણાઓને નાયકના મનની ઊંડી વેદના રૂપે આલેખી છે.
પા.