ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શેર માટીની ભૂખ
શેર માટીની ભૂખ
જયંત ખત્રી
શેર માટીની ભૂખ (જયંત ખત્રી, ‘જયંત ખત્રીની કેટલીક વાર્તાઓ’, સં. સુરેશ દલાલ, ૧૯૭૬) ત્રીસ વરસની પદ્મા નિઃસંતાન છે. એને આ ઊણપ સાલે છે. એના ગામના પડોશીનો દીકરો હરગોવિંદ ડૉક્ટર થઈ મુંબઈ કામ શોધવા આવ્યો છે. સંતાનભૂખી પદ્મા તેની સાથે સંબંધ બાંધે છે. બાળક જન્મે છે એ જ દિવસે પતિ હર્ષદરાય મૃત્યુ પામે છે. પોતાનું પાપ જ પતિને ભરખી ગયું - એવું માનતી પદ્મા સંતાનને તિરસ્કારે છે. નિઃસંતાન અને વિશ્વાસઘાતી સ્ત્રીનાં વ્યથા અને મનોદ્વન્દ્ર આસ્વાદ્ય છે.
ર.