ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કરમણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કરમણ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : કબીરપંથી. મોરારસાહેબ(અવ. ઈ.૧૮૪૯)ના શિષ્ય. તેમના નામે બાહ્યાચારની નિરર્થકતા નિર્દેશતું ૫ કડીનું ૧ ભજન (મુ.) મળે છે. કૃતિ : સતવણી. [નિ.વો.]