ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કરમચંદ-૧


કરમચંદ-૧ [ઈ.૧૬૩૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સોમપ્રભની પરંપરામાં ગુણરાજના શિષ્ય. ૬૯૬ કડીની દુહા તથા ચોપાઈબદ્ધ ‘ચંદનરાજાની ચોપાઈ/ચંદરાજાનો રાસ’ (ર.ઈ.૧૬૩૧/સં. ૧૬૮૭, આસો વદ ૯, સોમવાર)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).
[ક.શે.]