ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોમતીબહેન
ગોમતીબહેન [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આચાર્ય ગોકુળનાથનાં અનુયાયી ભક્ત. પિતા હરિદાસભાઈ.માતા રામાબાઈ.આ કવયિત્રીના સંબંધમાં ઈ.૧૬૩૪નો નિર્દેશ છે, તે શાની સાલ છે સ્પષ્ટ થતું નથી. ગોકુલનાથજીની નિજલીલાને વર્ણવતાં ૫૦ માંગલ્યના ‘કવનરસ’ (અપૂર્ણ)નાં કર્તા. તેઓ વિદેહ થયાં તેથી ઈ.૧૬૯૫માં શ્રી ગોકુલભાઈના પુત્ર નાગરદાસભાઈએ આ કૃતિ પૂરી કરી હતી. સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો.[કી.જો.]