ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયતિલકસૂરિશિષ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જયતિલકસૂરિશિષ્ય [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] :- જૈન. વડતપગચ્છ/રત્નાકર ગચ્છના અભયસિંહસૂરિ-જયતિલકસૂરિ (ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. અજ્ઞાત કવિને નામે નોંધાયેલી, ગુરુ જયતિલકસૂરિની પ્રશસ્તિ કરતી ‘ભાસ’ નામક ૪ લઘુ કૃતિઓના કર્તા. જયતિલકસૂરિશિષ્યની ૨૧ કડીની ‘નેમિનાથ-રાસ’, ૧૯ કડીની ‘(સોપારામંડન) આદિનાથ-વિનતી/સ્તવન’ તથા ‘આદિનાથ-સ્તવન/વિવાહલો’ (ર.ઈ.૧૩૯૭/સં. ૧૪૫૩, ભાદરવા-૧૦, રવિવાર) નોંધાયેલી મળે છે તે ઉપર્યુક્ત જયતિલકસૂરિના શિષ્યની જ રચનાઓ હોય એવો સંભવ છે. ‘આદિનાથ-સ્તવન/વિવાહલો’ના કર્તા કોઈ સાધુશિષ્ય હોય એમ જણાય છે. એ કૃતિ ભૂલથી જયતિલકસૂરિને નામે પણ મુકાયેલી છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨-‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’; ૨. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪;  ૩. જૈમગૂકરચનાએં : ૧; ૪. મુપુગૂહસૂચી [કી.જો.]