ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયરામ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જયરામ : આ નામે ‘વિષ્ણુની થાળ’, ‘શ્રીકૃષ્ણની થાળ’ તથા કૃષ્ણમહિમાનાં અન્ય પદ મળે છે તે જેરામ(ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ)ની રચનાઓ ગણવામાં આવી છે પણ તે માટે કશો આધાર જણાતો નથી. આ પદો અન્ય કોઈ જયરામ કે જેરામદાસનાં છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ જેરામદાસ. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ર. પ્રાકકૃતિઓ; ૩. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦ - ‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધકવિઓનાં અપ્રસિદ્ધ કાવ્યો : ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ [કૌ.બ્ર.]