ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયાસાર
દયાસાર [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ધર્મકીર્તિના શિષ્ય. ‘અમરસેન-વયરસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૦/સં. ૧૭૦૬, આસો સુદ ૧૦) અને ૧૧ ઢાળની ‘ઈલાપુત્ર-ચોપાઈ’ (ર. ઈ.૧૬૫૪/સં. ૧૭૧૦, ભાદરવા સુદ ૯)ના કર્તા. આરંભે જિનકુશલસૂરિને વંદના ધરાવતી ૨૭ ઢાળ અને ૬૨૯ કડીની ‘આરામનંદન પદ્માવતી-ચોપાઈ’ (ર. ઈ.૧૬૪૮)ના કર્તા પણ આ જ દયાસાર હોવાનું સમજાય છે. આ કૃતિ ભૂલથી ‘આરામશોભા-ચોપાઈ’ તરીકે ઉલ્લેખાયેલી છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. રાહસૂચી : ૧. [શ્ર.ત્રિ.]