ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિહાલચંદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નિહાલચંદ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. હર્ષચંદ્રગણિના શિષ્ય અને લઘુબંધુ. ૧૨૫ કડીના ‘જગત શેઠાણી-શ્રીમણિકદેવી-રાસ’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, પોષ વદ ૧૩; મુ.), ૧૮૬ કડીની ‘જીવવિચારભાષા’ (ર.ઈ.૧૭૫૦/સં. ૧૮૦૬, ચૈત્ર સુદ ૨, બુધવાર), ‘નવતત્ત્વભાષા’ (ર.ઈ.૧૭૫૧/સં. ૧૮૦૭, મહા સુદ ૫)-એ કૃતિઓના કર્તા. તેમની પાસેથી હિન્દીમાં ‘બ્રહ્મબાવની’ (ર.ઈ.૧૭૪૫) અને ૬૫ કડીની ‘બંગાલા દેશકી ગજલ’ એ કૃતિઓ મળી છે. કૃતિ : જૈન રાસસંગ્રહ : ૧, સં. શ્રીસાગરચન્દ્રજી મહારાજ, ઈ.૧૯૩૦. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨ જૈગૂકવિઓ : ૩, (૧,૨). [શ્ર.ત્રિ.]