ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યકમલ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પુણ્યકમલ [ઈ.૧૬૦૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હંસરત્નસૂરિ/રત્નહંસસૂરિની પરંપરામાં સુમતિકમલના શિષ્ય. ભિન્નમાલમાં જમીન ખોદતાં નીકળેલી મૂર્તિઓના ચમત્કારો અને ગજની ખાનના અહંકારને દૂર કરતી કથાને નિરૂપતા ૫૩/૫૮ કડીના ‘પાર્શ્વનાથ-સ્તોત્ર’ (ભિન્નમાલ)’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, શ્રાવણ સુદ ૫, રવિવાર; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુઆરી-માર્ચ ૧૯૪૭-‘ભિન્નમાલસ્થ પાર્શ્વજિનનું ઐતિહાસિક સ્તવન’, સં. શ્રી જ્ઞાનવિજયજી (ત્રિપુટી) (+સં.); ૨. જૈન સત્યપ્રકાશ, ડિસેમ્બર ૧૯૪૭-‘ભિન્નમાલ-સ્તવન’, સં. જયંતવિજયજી. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ ૨; ૨. ડિકૅટલૉગભાવી; ૩. મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]