ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુરુષોત્તમ-૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પુરુષોત્તમ-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. સૂરજરામ મહારાજના પુત્ર અને નિરાંતસંપ્રદાયના અનુયાયી. સંપ્રદાયની હસ્તપ્રત પ્રમાણે કેટલાંક પદો (૧ મુ.) મળે છે. કૃતિ : બૃકાદોહન : ૫ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી.[દે.દ.]