ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજરત્ન સૂરિ ૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રાજરત્ન(સૂરિ)-૧ [ઈ.૧૫૪૩માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વિવેકરત્નની પરંપરામાં સાધુહર્ષના શિષ્ય. ‘હરિબલમાછી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૩/સં.૧૫૯૯, આસો-)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ ૩(૧); ૪. ડિકૅટલૉગભાવિ. [ર.ર.દ.]