ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિવિજ્ય-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લબ્ધિવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં સંયમહર્ષ-ગુણહર્ષના શિષ્ય. ક્યારેક તેઓ પોતાને અમીપાલ-ગુણહર્ષશિષ્ય તરીકે પણ ઓળખાવે છે તે કઈ રીતે તે સ્પષ્ટ થતું નથી. ૪ ખંડ, ૪૯ ઢાળ અને ૧૨૭૪ કડીનો ‘દાન શીલ તપ ભાવના એ દરેક અધિકાર પર દૃષ્ટાંતકથા-રાસ’ (ર.ઈ.૧૬૩૫/સં.૧૬૯૧, ભાદરવા સુદ ૬), ૫ ખંડ અને ૪૪ ઢાળ તથા ૧૫૪૦ કડીનો ‘ઉત્તમકુમારનો રાસ’ (ર.ઈ.૧૬૪૫/સં.૧૭૦૧, કારતક સુદ ૧૧, ગુરુવાર), ૭ ખંડ, ૨૯ ઢાળ ને ૧૪૨૦ કડીનો ‘અજાપુત્ર-રાસ’ (ર.ઈ.૧૬૪૭/સં.૧૭૦૩, આસો સુદ ૧૦, શુક્રવાર), ૯ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ જિન-સ્તવન’(મુ.), ૬૪ કડીનું ‘મૌન એકાદશી-સ્તવન’, ‘સૌભાગ્યપંચમી/જ્ઞાનપંચમી’, ‘પંચકલ્યાણિકાભિધજિન-સ્તવન’, ૪૩ કડીની ‘ગુરુગુણ-છત્રીસી’-એ કૃતિઓના કર્તા. કૃતિ : શંસ્તવનાવલી. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૨; ૩(૧,૨); ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]