ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાવણ્યવિજય-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લાવણ્યવિજય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ભાનુવિજ્યના શિષ્ય. કલ્પસૂત્ર પર બાલાવબોધ (ર.ઈ.૧૬૬૮) અને ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૦૫ આસપાસ; અંશત: મુ.)ના કર્તા. કૃતિ : જૈગૂસારત્નો : ૧ (+સં.). સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨).[કા.શા.]