ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પૂરકો
પૂરકો (Fillers) : રોજિંદી ભાષામાં આ પ્રકારના ઘણા પૂરકો હોય છે. આ પૂરકો અર્થગત રીતે નકામા છતાં લય જાળવવા પૂરતા ખપના એવા શબ્દો કે વાક્યખંડો હોય છે. ‘શું સમજ્યા?’ કે ‘મેં કીધું’ જેવા પૂરકો ઘણાખરાની વાતચીતમાં હોય છે.
ચં.ટો.